એન. એસ. ઇ. અકાદમી વૈશ્વિક પ્રોગ્રામ લાવે છે.

                             
એન. એસ. . અકાદમી વૈશ્વિક પ્રોગ્રામ લાવે છે.

        મુંબઇ : લોકોની આર્થિક સુખાકારી માટે અને ગુણવત્તા સભર  શિક્ષણના પ્રયાસ રૂપેભારતની અગ્રણી સ્ટોક એક્ષચેન્જ , ધી નેશનલ સ્ટોક એક્સ્જ્ચેંજ ઓફ ઈન્ડિયા (NSE) એ એન.એસ..અકેડેમી લિમિટેડ સ્થાપિત કરેલ છે.
આ નવું  સ્થાપિત કરેલ માળખું,વિવિધ સ્તરના વિદ્યાર્થીઓ માટે, NSE એ પ્રસ્તુત કરેલા પ્રવર્તમાન તમામ શૈક્ષણિક અભ્યાસક્રમોનો હવે પછી વહીવટ કરશે. મિસ ચિત્રા રામક્રિશ્ના, એમ.ડી. અને સી..., NSE એ કહ્યું, “ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન(બજાર મુડીકરણ)ના સંદર્ભમાં
$.૬૬ ટ્રિલ્લિયન (રૂપિયા ૧૦૦ લાખ કરોડ) નું થવા જાય છે અને તેનો ટોચના ૧૦ દેશોની યાદીમાં સમાવેશ થાય છે અને તેનો માર્કેટ કેપિટલાઇઝેશન ટુ GDP રેશિઑ (પ્રમાણ) ૭૫ % જેટલો ઊંચો રહયો છે, NSE ના પ્રયત્નોને કારણે આપણાં વિદ્યાર્થીઓ વૈશ્વિક કેપિટલ માર્કેટમાં  ઉચ્ચ ગુણવત્તાવાળા વ્યવસાયિક તરીકે ઉભા રહી શકશે.નોંધપાત્ર રીતે તેઓ લોકોની આર્થિક સુખાકારી માટે પણ નિર્ણાયક ભૂમિકા ભજવી શકશે.”    
          NSE અકાદમી , NSEના ફરીથી ડિઝાઇન કરેલા ફ્લેગશિપ પ્રોગ્રામ થી શરૂઆત કરશેજેને પોસ્ટ ગ્રેજયુએટ સર્ટિફિકેટ પ્રોગ્રામ ઇન ગ્લોબલ ફાઈનાન્શિયલ માર્કેટસ (PGCP GFM) કહે છે,   
PGCP-GFM પ્રોગ્રામની ડિઝાઇન, બહુવિધ ભૌગોલિક  રીતે પથરાયેલામોટી સંખ્યાના મલ્ટી નેશનલ કંપનીઓના કેપ્ટિવ યુનિટ્સ, KPO, BPM , કસ્ટોડિયન્સ, પેન્શન ફંડ વિગેરે ને ધ્યાનમાં રાખીને માર્કેટના પ્રોફેશનલ્સ દ્વારા તૈયાર કરવામાં આવેલ છે,આ કંપનીઓમાંની ઘણી કંપનીઓ ફાઈનાન્શિયલ ઈન્ડસ્ટ્રી રેગ્યુલેટરી ઓથોરીટી (FINRA)/ મોનેટરી ઓથોરીટી ઓફ સિંગાપુર (MAS)- US  અને Singapor ની રેગ્યુલેટરી (નિયમન કરનારી) ઓથોરીટી (સત્તાઓ) સાથે રજીસ્ટર થયેલી છે, અને તેમને  તેમના US  અને આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવા આપવા માટે  ફાઈનાન્શિયલ માર્કેટ પ્રોફેશનલ્સની જરૂર પડે છે.મોટી કંપનીઓની ડિમાન્ડને પહોંચી વળવા ઉપરાંત, તે IFC, ગુજરાત ખાતે આકાર લઈ રહેલ GIFT સીટીને તાલીમી કર્મચારીઓ પુરા પાડવામાં અગત્યની બુમિકા ભજવશે , જ્યાં NSE એક આંતરરાષ્ટ્રીય એક્ષચેન્જ સ્થાપિત કરવાનું કામ કરી રહી છે.           
        આ કોર્ષ  દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, અમદાવાદ, કલકત્તા અને હૈદરાબાદમાં ઉપલબ્ધ છે અને ૨૭મી જુલાઈ ૨૦૧૬ થી નિયમિત વર્ગો શરૂ થશે.એક અઠવાડિયાના સમયગાળાના Singapore Immersion Programme માં  વિદ્યાર્થીઓ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સેવા પુરી પાડવાનું કૌશલ્ય પ્રાપ્ત કરશે અને શ્રેષ્ઠ બજાર વ્યવહારોનો અનુભવ મેળવશે.૧૧ મહિનાનો PGCP-GFM પ્રોગ્રામ USA , Singapore અને India ના ૧૫ ગ્લોબલ રેગ્યુલેટરી સર્ટિફિકેશનફાઇનાન્સિયલ માર્કેટમાટે આપે છે.   

        તેમાં FINRA, USA  અને કેપિટલ માર્કેટ અને ફાઈનાન્શિયલ એડવાઈઝરી સર્વિસિસ (CMFAS)    એક્ઝામિનેશનની, ગ્લોબલ ફાઈનાન્શિયલ રેગ્યુલેટરી સર્ટિફિકેશન એક્ઝામિનેશનના સર્ટિફિકેશનનો પણ સમાવેશ થાય છે. વધુ વિગતો માટે વેબસાઇટ   https://www.enit.co.in/ORE/GFM/  ની મુલાકાત લો.


ધી નેશનલ સ્ટોક એક્ષચેન્જ ઓફ ઈન્ડિયા (NSE) વિષે

        તેના ૨૦ વર્ષના કાર્યકાળ દરમ્યાન, NSE એ  ટેક્નોલોજી, નવીનતાઓ, ઉચ્ચ કક્ષાના કોર્પોરેટ સંચાલનના આધારે અને  વહીવટી વ્યવહારોને કારણે કેપિટલ માર્કેટને પરિવર્તિત કરી નાખ્યું છે.NSEએ ધંધાકીય વ્યવહારો અનેઉચ્ચ કક્ષાની ઈમાનદારીને કારણે સમગ્ર વિશ્વમાં  ફાઈનાન્શિયલ માર્કેટનો વિશ્વાસ જીતી લીધેલ છે. તે ભારતની તમામ એક્ષચેન્જ ટ્રેડેડ ફાઇનાન્સ પ્રોડક્ટ માટે પસંદગીનું પ્લેટફોર્મ હોવા ઉપરાંત, NSEના ફ્લેગશિપ ઇંડેક્ષ (આંક) Nifty50 નો ભારત અને વિશ્વના  રોકાણકારો દ્વારા ઇંડિયન કેપિટલ માર્કેટના બેરોમિટર તરીકે  ખૂબ ઉપયોગ કરવામાં આવે છે. શરૂઆતથીજ  એક્ષચેન્જને વિશ્વના મીડિયા દ્વારા આવરી લેવામાં આવેલ છે (કવરેજ આપવામાં આવ્યું છે) અને ભારતીય સિક્યોરિટી માર્કેટના સુધારાઓ માટે તેના ફાળાને સ્વીકારીને તેની ઘણી  પ્રશસ્તિ કરવામાં આવેલ છે. વધુ માહિતી માટે વેબસાઇટ : www.nseindia.com ની મુલાકાત લો.

વધુ વિગતો માટે સંપર્ક કરો:   

અરિંદમ સાહા ! હેડ- કોર્પોરેટ કોમ્યુનિકેશન
asaha@nse.co.in, cc@nse.co.in
મોબાઈલ: 09930019202 | 09903036100
ડાઇરેક્ટt: 022 – 2659 8164
Twitter: @NSEIndia



Share:

No comments:

Post a Comment

Popular Posts

Blog Archive

Recent Posts

Featured Post

Mutual Fund Investment Tracing and Retrieval Assistant – MITRA – SEBI

Mutual Fund Investment Tracing and Retrieval Assistant – MITRA – SEBI   SEBI proposes MITRA to reduce unclaimed amount in mutual funds...